અમદાવાદનો ‘Monkey Man’: છેલ્લાં 10 વર્ષથી દર સોમવારે વાંદરાઓને 1700થી વધુ રોટલીઓ ખવડાવે છેઅમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારના સ્વપ્નિલ સોની નામના વેપારીનો છેલ્લાં 10 વર્ષથી વાનરો સાથે કંઈક અનોખો સંબંધ રહ્યો છે. તેઓ દર અઠવાડિયે 500થી વધુ વાંદરાઓને 1700 જેટલી રોટલી પોતાના હાથે ખવડાવે છે. વાંદરાઓને રોટલી ખવડાવીને તેમની જઠરાગ્નિ ઠારીને પાણી પણ પીવડાવે છે. છેલ્લા એક દાયકાથી ચાલતા આ સેવાયજ્ઞમાં તેમનો પરિવાર પણ સહભાગી બને છે. દર સોમવારે અચૂક અમદાવાદના ઓડ ગામમાં મેલડી માતાના મંદિર અને ગાય સર્કલથી અંદરના રિંગ રોડ પાસે આ જીવદયાનું કામ કરવા પહોંચી જાય છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ; ઋતુ કોઈપણ હોય, દર સોમવારે સવારે 7 વાગ્યાની આસપાસ અથવા સાંજે 4 વાગ્યાની આસપાસ વાંદરાઓને રોટલી ખવડાવવાની એટલે ખવડાવવાની જ. આ ક્રમમાં તેઓ ક્યારેય ખાડો પાડતા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

Meet the Monkey man of Ahmedabad who regularly feeds monkey

Powered by WPeMatico

Author: Chetan Vora