છેલ્લાં 4 વર્ષથી દર અઠવાડિયે કેન્સરના દર્દીઓને ખડખડાટ હસાવતું અમદાવાદનું ‘મસ્ખરે ક્લાઉન્સ’ ગ્રૂપઅમદાવાદ: કેન્સરની બીમારી ભલભલા લોકોના ચહેરા પરથી હાસ્ય ગાયબ કરી દે છે. પરંતુ ‘મસ્ખરે ક્લાઉન્સ’નું નામ પડે એટલે અમદાવાદના અનેક કેન્સર પીડિતો અને તેમના પરિવારજનોના ચહેરા પર સ્મિત આવી જાય છે. યુવાનો અને વડીલોનું બનેલું ‘મસ્ખરે ક્લાઉન્સ’ ગ્રૂપ દર શનિવારે સાંજે નરોડા વિસ્તારમાં આવેલી ‘ગુજરાત કેન્સર સોસાયટી’ (GCS) હોસ્પિટલે અને દર રવિવારે સાંજે પાલડી ખાતે આવેલી વી. એસ. હોસ્પિટલના કેન્સર વિભાગમાં પહોંચી જાય છે. ત્યાં તેઓ કેન્સરની સામે ઝઝૂમી રહેલાં બાળકો સહિત તમામ ઉંમરના લોકોને એન્ટરટેન કરે છે. આ અનોખી પ્રવૃત્તિ તેઓ છેલ્લાં ચાર વર્ષથી સતત ચલાવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

a group entertains cancer patients for last four years as clowns

Powered by WPeMatico

Author: Chetan Vora